Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આજથી નવો ભાવ અમલમાં મુકાયો, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટતા શહેરીજનોને રાહત

કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

X

કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 96.45 રૂપિયા થયો છે...

લાંબા સમય બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલમાં 9 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે,ત્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 96.45 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને રૂપિયા 93.13 રૂપિયા થયો છે. અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતની પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.

આ અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પણ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડીઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો. પરંતુ આ ઘટાડાને જનતા આગામી ગુજરાત વિધાનસભા 2022 જે ચૂંટણી આવી રહી છે તે ચૂંટણી લડશે એટ્લે ઘટાડો કરવામાં આવ્યો હોય તેવું પણ માની રહી છે સાથે સાથે જનતાનું કહેવું છે કે જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો છે તે પ્રમાણે બીજી જીવન જરૂરિયાત વસ્તુ કે જેનો પેટ્રોલ ડીઝલનો ભાવ વધતા મોંઘવારીમાં વધારો થયો હતો તે જીવન જરૂરિયાત વસ્તુમાં પણ ભાવ ઘટાડો થવો જોઈએ તેમ ઇચ્છી રહ્યા છે.

Next Story