અમદાવાદ : ઇનોવા કારનો પોલીસે ફીલ્મી ઢબે કર્યો પીછો, જુઓ કારમાં શું હતું

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ બુટલેગરો બેફામ બની અને અવનવી તરકીબો સાથે રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે.

New Update
અમદાવાદ : ઇનોવા કારનો પોલીસે ફીલ્મી ઢબે કર્યો પીછો, જુઓ કારમાં શું હતું

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ બુટલેગરો બેફામ બની અને અવનવી તરકીબો સાથે રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે.ત્યારે અમદાવાદના નિકોલ પોલીસે ઇનોવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદની નિકોલ પોલીસને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કાર વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહી છે. બાતમી મળ્યાં બાદ પોલીસે ચેકીંગ વધારી દીધું હતું અને બાતમી મુજબની કાર આવતાં પોલીસની ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઇ ડ્રાયવરે કાર ભગાવી મુકી હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારને આંતરી હતી. કારમાં સવાર ગૌરાંગ પંચાલ અને જીતેન્દ્ર જાટને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ અમદાવાદમાં બોરલ નામના વ્યક્તિને આ મુદામાલ આપવાના હતાં.

Latest Stories