રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે વહીવટીતંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત થયું છે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ ખાતે આજે ચૂંટણીમાં જેમને ફરજ બજાવવાની છે તેમના માટે જિલ્લા કલેક્ટર અને સ્થાનીય તંત્ર દ્વારા એક કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં તેમને મતદાન વખતે કેવી રીતે તેમને કામ કરવાનું તે બાબતની ટ્રેનિંગ આપવામાં આવી છે.
અમદાવાદમાં પ્રકાશ સ્કૂલ ખાતે આજે જિલ્લા ક્લેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓએ કેવીરીતે કામ કરવાનું તે બાબતી એક ટ્રેનિંગ રાખવામાં આવી હતી. જેમાં જે રીતે ચૂંટણીમાં કામ કરવાનું હોય તેજ પ્રમાણે મતદાન કરાવી ટ્રેનિંગ રાખવામાં આવી હતી. ચૂંટણી આવે એટલે શહેરી હોય કે ગ્રામ્ય મતવિસ્તાર, રાજ્યના દરેક ખૂણે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં અલગ અલગ સ્થળે કામચલાઉં ચૂંટણી કાર્યાલય પણ શરુ કરે છે. ચૂંટણી કાર્યાલયમાં રોજ વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યકરો અને સમર્થકોનો જમેલો જોવા મળે છે. અહીં રણનીતિ ગોઠવીને ચૂંટણી પ્રચાર થાય છે. સ્વભાવિક છે કે ઘરબાર છોડીને ઉમેદવાર માટે પ્રચાર કાર્ય કરી રહેલા કાર્યકરો અને સમર્થકો માટે ઉમેદવાર ચા નાસ્તો કરાવે છે. ઉમેદવારને આ માટે ખર્ચો પણ કરવો પડે છે.
ઉમેદવારો કાર્યાલયમાં મંડપ પણ બંધાવે છે અને આરામ કરવાની પણ વ્યવસ્થા કરતા જોવા મળે છે. ચૂંટણી તંત્ર સમક્ષ ઉમેદવારોએ પોતે કરેલા ખર્ચાની માહિતી પણ જાહેર કરવી પડે છે. તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચીજોના ભાવ પણ નક્કી કરાયા હતા અને નક્કી કરાયેલા આ ભાવ મુજબ જ ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં ખર્ચો કરવાનો રહેશે. ચૂંટણીમાં ચા નાસ્તાના ભાવ નક્કી કરાયા છે તો સાથે સાથે ઉપયોગમાં લેવાનારા વાહનોનો પણ કિલોમીટર મુજબ ભાવ નક્કી કરાયો છે. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મંડપ,, ઝેરોક્ષ, ડેકોરેશન સહિત ચા નાસ્તાના ભાવ પણ ચૂંટણી તંત્ર દ્વારા ભાવ નક્કી કરાયા છે.