Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ધો. 12 સાયન્સના પરિણામથી "કહી ખુશી કહી ગમ", ઓનલાઈન શિક્ષણથી નુકશાન થયું : વિદ્યાર્થી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા રાજ્યમાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા રાજ્યમાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્યમાં આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.02 ટકા પરિણામ આવતા A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે. આ પરિણામ ક્યાંકને ક્યાંક ઓનલાઈન શિક્ષણથી નુકશાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોરોના કારણે વિધાર્થીઓને ક્યાંકને ક્યાંક અભ્યાસમાં નુકશાન થઈ રહ્યું હતું.

જોકે, શાળામાં ઓનલાઇન અભ્યાસ કરવામાં આવતો હતો. જેના કારણે ઘરે રહીને યોગ્ય પ્લાનીંગ સાથે ઘણા વિદ્યાર્થીઓ દરરોજ 5-7 કલાક મહેનત કરીને સારું પરિણામ લાવી શક્યા છે. વિધાર્થીઓએ આ પરિણામનો તમામ શ્રેય તેમના શિક્ષક, માતા-પિતાને આપ્યો હતો. કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ પણ વિદ્યાર્થી ધ્યાન આપી શક્યા ન હતા. સાથે સાથે CBSC અને ISC બોર્ડની જેમ 2 વખત પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોત તો આનાથી પણ વધુ સારું પરિણામ મેળવી શક્યા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.

Next Story