Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજય સરકારની વતન પ્રેમ યોજના, ગામના વિકાસમાં 60 ટકા રકમ આપી શકાશે

X

ગુજરાતના મોટાભાગના ગામડાઓમાંથી લોકો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે ત્યારે રાજય સરકાર વતન પ્રેમ યોજના લાવી છે. આ યોજના હેઠળ સખાવતીઓ તેમના ગામના વિકાસ માટે 60 ટકા રકમ આપી શકશે અને બાકીની 40 ટકા રકમ રાજય સરકાર તરફથી આપવામાં આવશે.....

સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીના પ્રથમ બેઠકમાં મળી હતી. દેશ તથા વિદેશમાં રહેતાં સખાવતીઓ તેમના ગામનો સુચારૂ રીતે વિકાસ કરી શકે તે માટે વતન પ્રેમ યોજના અમલમાં મુકવામાં આવી છે. આવા દાતાઓને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે. ગામના કોઇ પણ વિકાસકાર્યમાં દાતાઓએ માત્ર 60 ટકા રકમ આપવાની રહેશે જયારે બાકીની 40 ટકા રકમ રાજય સરકાર ચુકવશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિકાસકામો થવાનો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો છે. શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મધ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, વ્યાયામ શાળાનું મકાન અને સાધનો,સી.સી ટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રીસાયક્લિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી, તળાવ બ્યુટીફિકેશન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબવેલ, પાણીની ટાંકી સહિતનું નિર્માણ સખાવતીઓ યોજના હેઠળ કરી શકશે...

Next Story