અમદાવાદ નકલી ચલણ વટાવવાનો મામલો
અભિનેતા અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટો મળી આવી હતી
ભેજાબાજોએ નકલી ચલણથી ખરીદ્યું સોનુ
વેપારી મોટી રકમની ખરીદીના ઝાંસામાં સપડાયા
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગેંગએ નકલી ચલણમાંથી2100 તોલા સોનું ખરીદ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી સોનુ ખરીદવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.અને આ નકલી ચલણ માંથી 2100 ગ્રામ સોનું ખરીદનારી ગેંગની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓએ નકલી ચલણ છાપીને બુલિયન બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી હતી. 1 કરોડ60 લાખમાં20 સોનાના બિસ્કીટ ખરીદવામાં આવ્યા હતા.રોકડમાં પેમેન્ટ કરતી વખતે500 રૂપિયાની નકલી નોટો આપી દીધી હતી. નકલી નોટો મળી આવતા વેપારી ચોંકી ઉઠ્યો હતો.આ કેસમાં થયેલા સોદા મુજબ સોનાની ડિલિવરી અમદાવાદના સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં નક્કી થઈ હતી.અને વેપારી રોકડ લેવા માટે આવ્યો હતો,ત્યારે ત્રણેય આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. સોનાની ડિલિવરી વખતે આરોપીએ વેપારીના કર્મચારીઓને રૂ.1.30 કરોડ ચૂકવ્યા હતા. વેપારીને આ ઘટનાની જાણ થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે લગભગ20 દિવસમાં આ કેસ ઉકેલી લીધો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ કેસનો ભેદ ઉકેલતી વખતે પોલીસે20 માંથી18 સોનાના બિસ્કિટ પણ કબજે કર્યા છે.પકડાયેલા આરોપીઓમાં દીપક રાજપુત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાનો સમાવેશ થાય છે. રાજપૂત મૂળ અમદાવાદનો છે. તે સમગ્ર છેતરપિંડીનો મુખ્ય આરોપી છે.