અમદાવાદ: અભિનેતા અનુપમ ખેરની તસવીર વાળી ચલણી નોટ વટાવવાના ગુનામાં ત્રણ ઝડપાયા

રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે,

New Update

અમદાવાદ નકલી ચલણ વટાવવાનો મામલો 

અભિનેતા અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટો મળી આવી હતી 

ભેજાબાજોએ નકલી ચલણથી ખરીદ્યું સોનુ 

વેપારી મોટી રકમની ખરીદીના ઝાંસામાં સપડાયા

પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ  

રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગેંગએ નકલી ચલણમાંથી 2100 તોલા સોનું ખરીદ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી સોનુ ખરીદવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.અને આ નકલી ચલણ માંથી 2100 ગ્રામ સોનું ખરીદનારી ગેંગની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓએ નકલી ચલણ છાપીને બુલિયન બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી હતી. કરોડ 60 લાખમાં 20 સોનાના બિસ્કીટ ખરીદવામાં આવ્યા હતા.રોકડમાં પેમેન્ટ કરતી વખતે 500 રૂપિયાની નકલી નોટો આપી દીધી હતી. નકલી નોટો મળી આવતા વેપારી ચોંકી ઉઠ્યો હતો.આ કેસમાં થયેલા સોદા મુજબ સોનાની ડિલિવરી અમદાવાદના સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં નક્કી થઈ હતી.અને વેપારી રોકડ લેવા માટે આવ્યો હતો,ત્યારે ત્રણેય આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. સોનાની ડિલિવરી વખતે આરોપીએ વેપારીના કર્મચારીઓને રૂ.1.30 કરોડ ચૂકવ્યા હતા. વેપારીને આ ઘટનાની જાણ થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 20 દિવસમાં આ કેસ ઉકેલી લીધો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

આ કેસનો ભેદ ઉકેલતી વખતે પોલીસે 20 માંથી 18 સોનાના બિસ્કિટ પણ કબજે કર્યા છે.પકડાયેલા આરોપીઓમાં દીપક રાજપુતનરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાનો સમાવેશ થાય છે. રાજપૂત મૂળ અમદાવાદનો છે. તે સમગ્ર છેતરપિંડીનો મુખ્ય આરોપી છે.

#Gujarat #CGNews #Ahmedabad #fake notes #indian currency #arrested three accused
Here are a few more articles:
Read the Next Article