Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી માવઠાથી અમદાવાદીઓ ઠુંઠવાયા.

હવામાન વિભાગની આગાહીના પગલે, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો

X

રાજ્યના હવામાન વિભાગે તા. 1 અને 2 ડિસેમ્બરના રોજ પવન સાથે માવઠાની આગાહી કરી છે, ત્યારે રાજ્યભરમાં જેની અસર આજે વહેલી સવારથી જ જોવા મળી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું હતું.

હવામાન વિભાગની આગાહીના પગલે, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યા આસપાસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. પવન સાથે માવઠું થતા શહેરીજનો ઠુંઠવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, વસ્ત્રાપુર, બોપલ અને બોડકદેવમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલ પણ શહેરનું વાતાવરણ વાદળછાયું છે. સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ માવઠું થયું હતું. ઉના અને ગીર ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચામાં વ્યાપક નુકશાનની ભીતિ સેવાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

Next Story