Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી

“ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે,

X

"ધ કાશ્મીર ફાઇલ્સ" મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ ચાયવાલા નામના દુકાનદારે ગ્રાહકો માટે એક અલગ જ સ્કીમ બહાર પાડી છે. જુઓ અમારો આ અહેવાલ...

ધ કાશ્મીર ફાઇલ્સ મુવી વધુમાં વધુ હિન્દુ સમાજના લોકો જોવે તે માટે અનેક વેપારીઓ નવતર અભિગમ અપનાવી રહ્યા છે, ત્યારે સમદાવાદ શહેરના ધમધમતા શાસ્ત્રીનગર વિસ્તારમાં ચાયવાલા ફૂડ કોર્ટના માલિકે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવા ગ્રાહકોને ગાંઠિયા અને ચા મફતમાં આપવાની જાહેરાત કરી છે. બસ શરત એ છે કે, ગ્રાહકો પાસે ધ કાશ્મીર ફાઇલ્સ મુવીની ટિકિટ હોવી જોઈએ. જેટલી ટિકિટ એટલી જ પ્લેટ ફ્રી ગાંઠિયાની ગ્રાહકો મજા માણી શકશે. તો સાથે જ ચ્હાની ચુસ્કી પણ મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ચાયવાલા ફૂડ કોર્ટના માલિકનું કહેવું છે કે, ધ કાશ્મીર ફાઇલ્સ મુવી જોઈને આવનાર માટે આ સ્કીમ છે. હાલ 500થી વધુ લોકો અહીં ટિકિટ લઈને આવ્યા છે અને તમામને મફતમાં ગાંઠિયા અને ચ્હા આપવામાં આવી છે. મુવી જોયા બાદ લોકોનું પણ કહેવું છે કે, પિક્ચર સારું છે અને અહીં પિક્ચર જોયા બાદ બાદ ગાંઠિયા અને ચ્હાની ચુસ્કી મફતમાં આપવામાં આવી રહી છે, જેથી આ સ્કીમ સારી છે. આ સાથે જ ચાયવાલા ફૂડ કોર્ટની તમામ શાખાઓ પર આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં ધ કાશ્મીર ફાઇલ્સ જોવા અને સામાન્ય જનતાને પ્રોત્સાહિત કરવા અનેક નાના મોટા દુકાનદારો આગળ આવી રહ્યા છે.

Next Story