Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 70વર્ષથી વધુના મતદાતાઓએ કર્યું મતદાન, ચૂંટણી પંચ પહોંચ્યું મતદાતાઓના દ્વારે

અમદાવાદમા ચૂંટણી વિભાગ દ્વારા 70 વર્ષથી વધુના મતદાતાઓના ઘરે જય મતદાન કરાવવામાં આવ્યું હતું

X

અમદાવાદમા ચૂંટણી વિભાગ દ્વારા 70 વર્ષથી વધુના મતદાતાઓના ઘરે જય મતદાન કરાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્થાનીય વહીવટી તંત્ર સતત જાગૃતિ અભિયાનો કરી રહી છે રેલી નાટક દ્વારા મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ૭૦ વર્ષથી વધુ વયના મતદાતાઓ ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વયસ્ક મતદાતાઓને ઘરે જઈ મતદાન કરવામાં આવી રહ્યું છે જેના માટે નોડેલ અધિકારીની ટીમ અલગ અલગ ઘરે પહોંચી પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે.૭૦ વર્ષથી વધુ આયુના મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં નોડેલ અધિકારી અને સ્ટાફ દ્વારા જે લોકોની અરજી મળી છે તેમના ઘરે જઈ મતદાન કરવામાં આવી રહ્યું છે તો સાથે દિવ્યાંગ મતદાતાઓ જે ચાલી શકતા ના હોય તેમના મત અધિકાર માટે ઘરમાં મતદાન કેન્દ્ર ઊભા કરી તેનું મતદાન કરવામાં આવ્યું હતું

Next Story