અમદાવાદ : પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો ઢોર માર માર્યો, સાસુ-સસરાએ પણ મારી નાખવાની ધમકી આપી !

અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો.

New Update
અમદાવાદ : પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો ઢોર માર માર્યો, સાસુ-સસરાએ પણ મારી નાખવાની ધમકી આપી !

અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો. કરિયાણું લેવા માટે રૂપિયા માગનારી પત્ની સાથે ઝઘડો કરીને પતિએ માર માર્યાની ઘટના અમદાવાદ શહેરમાં બની છે. આ ઘટના દરમિયાન સાસુ-સસરા આવી જતાં સાસુએ પણ પરિણીતાને માર માર્યો હતો, જ્યારે સસરાએ ધમકી આપી કે આજે તેની ઉપર ટરપેન્ટાઇન નાખી સળગાવીને મારી નાખવાની ધમકી આપી હતી.

અમદાવાદના ચાંદલોડિયાની પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, સવારે નવેક વાગ્યાના આસપાસ તે નોકરી જતી રહી હતી. ત્યારે ઘરમાં કરીયાણું ખાલી થઈ ગયું હોવાથી તેણે તેના પતિ પાસે કરિયાણું લેવા માટે પૈસા માંગ્યા હતા. આ પછી મહિલાના પતિએ તેને કહ્યું હતું કે, તારે પૈસા મારી પાસે માંગવા નહીં તારે તારી રીતે રહેવાનું. આટલેથી ના અટકીને પતિ પત્નીને બીભત્સ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઘરમાં કરિયાણું ખલાસ થઈ જવાની બાબતે પત્નીએ પતિ પાસે રૂપિયા માગતા ઝઘડો થયો હતો. તે દરમિયાન મહિલાના સાસુ-સસરા પણ, ત્યાં આવી ગયા હતાં. તેમણે પણ પોતાના દીકરાનો સાથ આપીને પરિણીતાને બીભત્સ ગાળો આપી હતી. જેમાં સાસુએ પણ તેને માર માર્યો હતો, જ્યારે તેના પતિએ ધક્કો મારતા ટીવી પણ ફૂટી ગયું હતું. જોકે, ફરિયાદીના સસરાએ ધમકી આપી હતી કે, આજે તેની ઉપર ટરપેન્ટાઇન નાંખીને સળગાવીને મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના પર સાસરિયા દ્વારા જુલમ ગુજારીને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે મહિલા ફરિયાદ લઈને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. મહિલાએ પોતાની સાથે ઘરમાં બનેલા બનાવની જાણ તેના ભાઈ અને માતાને કરતા તેઓ પણ, ત્યાં આવી પહોંચ્યા હતા. માતા અને ભાઈએ સાસરિયા દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ થયેલી ફરિયાદી મહિલાની સારવાર કરાવીને તેઓ ઘરે પહોંચ્યા હતા, આ દરમિયાન સાસુ-સસરાએ ઘર અંદરથી બંધ કરીને ગાળો બોલવા લાગ્યા હતા.

Latest Stories