અમદાવાદ: હાઈપ્રોફાઇલ બેઠક પર કોને મળશે ટિકિટ? જુઓ 8 વિધાનસભા બેઠક પર ભાજપમાંથી કોણે કોણે નોંધાવી દાવેદારી

અમદાવાદમાં ભાજપ દ્વ્રા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, 8 વિધાનસભા બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાય

New Update
અમદાવાદ: હાઈપ્રોફાઇલ બેઠક પર કોને મળશે ટિકિટ? જુઓ 8 વિધાનસભા બેઠક પર ભાજપમાંથી કોણે કોણે નોંધાવી દાવેદારી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે બીજા દિવસે અમદાવાદની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આજે બીજા દિવસે શાહીબાગના ઓસવાલ ભવન ખાતે એલિસબ્રિજ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી હતી. શહેરની હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સંજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાએ પોતાની દાવેદારી નોંધાવી છે.

તો બીજીબાજુ શહેરની પ્રબુદ્ધ બેઠકમાં જેની ગણના થાય છે તેવી મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણિનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા હતા.