વડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 11 માર્ચ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC માં યોજાનારા પંચાયત મહા સંમેલનમાં હાજરી આપશે. જ્યારે 12 માર્ચે તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
આગામી 11 મી અને 12મી માર્ચના રોજ પીએમ મોદી કોરોના મહામારી બાદ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવનાર છે. જેને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે . પીએમ મોદીના પ્રવાસનની વાત કરવામાં આવે તો પીએમ મોદીની 11મી માર્ચના રોજ કમલમ ખાતે રાજ્યના સાંસદો અને ધારાસભ્યો સહિતના ટોચના નેતાઓની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી મિશન 2022નું બ્યુગલ ફૂંકશે.તે સાથે જ રાજ્યના તમામ સરપંચો સાથે મારું ગામ મારું ગુજરાતના શીર્ષક નીચે સંમેલન યોજાશે. પોતાના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પોતાના માતા હીરા બા સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે અને બીજા દિવસે એટ્લે કે 12મી માર્ચના રોજ ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.જેનો પીએમ મોદી અમદાવાદ GMDC ખાતેથી પ્રારંભ કરાવશે. જેને લઈને અમદાવાદમા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે..