Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કુખ્યાત લતીફ ગેંગની મહિલા સાગરીત ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાય, ક્રાઇમ કુંડળી જાણી આંખ થઈ જશે પહોળી

અમદાવાદ એસઓજીએ શહેરમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્યા છે

X

અમદાવાદ એસઓજીએ શહેરમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્યા છે. બન્ને આરોપી પાસેથી આશરે 31 ગ્રામ જેટલું એમડી ડ્રગ પણ કબજે કરવામાં આવ્યું છે.

અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે એક મહિલા અમીનાબાનું અને તેના સાગરીત સમીર ઉદીન એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે એસઓજીની ટીમ દ્વારા કાલુપુરમાં આવેલી ભંડેરી પોળમાં દરોડા પાડવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાનમાં તેની પાસેથી આશરે 31 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત રે 3 લાખથી વધુ થાય છે તે કબજે કરવામાં આવ્યું છે. જેમની સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમીનાબાનું લતીફના સમયમાં દારૂનો પણ વેપાર કરતી હતી અને તે સિવાય વર્ષ 2002માં એનડીપીએસ એક્ટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જે મામલે તે જેલમાં હતી અને વર્ષ 2011માં જેલથી બહાર આવી હતી ત્યાર બાદ વર્ષ 2015માં દારૂના કેસમાં પાસા હેઠળ સુરત જેલમાં હતી. અમીનાબાનું અને તેનો સાગરીત છેલ્લા 2-3 વર્ષથી ડ્રગનો વેપલો કરે છે અને જેને લઇ બંને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લોકો પાસેથી આ ડ્રગ કોણ લઈ જતું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story