હવે તમને દવા લેવાનું નહીં ભૂલાય.! અમદાવાદનાં યુવાનોએ બનાવ્યું 'મેડિસિન રિમાઇન્ડર ડિવાઇસ'

અમદાવાદના યુવાનો દ્વારા એક એવી ડિવાઈસ તૈયાર કરવામાં આવી છે જે દવા લેવાનું યાદ કરાવશે.

New Update
હવે તમને દવા લેવાનું નહીં ભૂલાય.! અમદાવાદનાં યુવાનોએ બનાવ્યું 'મેડિસિન રિમાઇન્ડર ડિવાઇસ'

જો તમે પણ તમારી દવા સમયસર લેવાનું ભૂલી જાવ છો તો હવે દવાનું લેવાનું ક્યારેય નહીં ભૂલાય. કારણ કે અમદાવાદના યુવાનો દ્વારા એક એવી ડિવાઈસ તૈયાર કરવામાં આવી છે જે દવા લેવાનું યાદ કરાવશે.

દેશભરમાં અનેક એવા લોકો છે જેમને રોજ દિવસમાં બે-ત્રણ વાર દવા લેવાની હોય છે, પરંતુ ઘણા લોકો અનેકવાર સમય પર દવા લેવાનું ભૂલી જતાં હોય છે અને તેના કારણે સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે હવે અમદાવાદનાં 4 યુવાનો દ્વારા એક એવી ડિવાઈસ તૈયાર કરવામાં આવી છે જે તમને સમય સમય પર દવા લેવાનું રિમાઈન્ડર એટેલે કે યાદ અપાવશે. અમદાવાદના ચાર યુવાઓએ મેડિસિન રિમાઈન્ડર ડિવાઈસ બનાવી છે. જેમાં ગંભીર બીમારીના દર્દીઓ કે જેમને દિવસમાં ત્રણથી ચાર વખત દવા લેવાની હોય છે તેમણે આ ડિવાઇસ યાદ કરાવશે. બેટરી સંચાલિત આ ડિવાઈસમાં ઇનબિલ્ટ વાઈ-ફાઈ છે. ડિવાઈસમાં દવાનો ઉમેરવા માટે મોબાઇલ કનેક્ટ કરવો જરૂરી છે, ત્યાર બાદ વાઈ-ફાઈની જરૂર રહેતી નથી. મોબાઇલ એપ્લિકેશન સાથે કનેક્ટ આ ડિવાઈસમાં જે દવા મુકવામાં આવે છે તેની સ્ટ્રિપની ફોટો સાથેની વિગતો એપમાં ઇનબિલ્ટ હોય છે. જે દવા ડિવાઇસમાં મુકાય છે, તેને મોબાઇલ એપમાં સિલેક્ટ કરી, દવા લેવાનો ટાઈમ ડોક્ટરની સૂચના પ્રમાણે સેટ કરવામાં આવે છે. આ બધુ કર્યું પછી તે એક રોબોટની માફક કામ કરે છે.

આ ડિવાઈસમાં દર્દીને જ્યારે દવા લેવાનો સમય થાય ત્યારે એલાર્મ વાગે છે અને ડિવાઇસ પરના ડિસ્પ્લે પર જે દવા લેવાની છે તેની વિગતો આવે છે. સાથે મોબાઇલ પર પણ એલર્ટ આવે છે. તેથી તરત ખ્યાલ આવી જાય છે મારે દવા લેવાનો સમય થઈ ગયો છે. હાલમાં આ ડીવાઈસ અલગ અલગ કંપનીઓ ચેક કરી રહી છે અને ત્યારબાદ આ ડિવાઇસને બજારમાં વેચાણ માટે મુકવામાં આવશે. જેની કિંમત 3500 થી 5000 સુધી રાખવામાં આવશે. રૂપિયા 30 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ આ ડિવાઈસમાં થઈ ગયું છે. હાલમાં ગ્લોબલ સપોર્ટ સારો મળી રહ્યો છે. આખું ડીવાઈસ મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટથી બનાવવામાં આવ્યું છે. અને સમગ્ર દુનિયામાં આ પ્રકારનું પહેલું ડીવાઈસ તૈયાર કરાયું છે.