Connect Gujarat

અમદાવાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત.

X

કેન્દ્રિય ગૃહ પરધામ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના સ્વાગત માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહીત અમદાવાદ શહેરના ધારાસભ્ય એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે આવ્યા છે ત્યારે તેમના કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો તેઓ આજે કલેકટર ઓફિસ ખાતે "દિશા"ની બેઠકમાં સરકારી અધિકારીઓને મળશે તો રવિવારે નવા પશ્ચિમ ઝોનની કચેરી ખાતે પણ બેઠક કરશે જ્યારે સવારે સાણંદ ખાતે જન્માષ્ટમી નિમિત્તે લાડુ વિતરણ કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

Next Story
Share it