Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.

X

અંકલેશ્વર જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે વર્ષ 1978 માં ભાથીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું. છેલ્લા 12 વર્ષથી મંદિર બંધ હાલતમાં હતું. જેના જીર્ણોદ્ધારનું બીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીએ ગ્રામજનો અને અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યું હતું.દોઢ વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આજે રવિવારે શ્રી ભાથીજી મહારાજના નવનિર્મિત મંદિરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.આવતીકાલે મંદિરની પ્રાણપ્રતિસ્થા વિધિ યોજાશે

Next Story