ભરૂચ : જંબુસર APMCના ખેડૂતો માટે નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું

જંબુસર નગર ખાતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ખેડૂતો માટેના નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : જંબુસર APMCના ખેડૂતો માટે નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ખેડૂતો માટેના નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના જંબુસર નગર સ્થિત ટંકારી ભાગોળ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા રૂપિયા 70 લાખના ખર્ચે તૈયાર થનાર ખેડૂત ગોડાઉનનું ભૂમિપૂજન સાંસદ સભ્ય મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ગોડાઉન તૈયાર થતાં જંબુસર તાલુકાના ખેડૂતોને લાભ થશે. જેમાં તાલુકાના ખેડૂતોનો પાક પણ આ ગોડાઉનમાં સચવાશે. જંબુસર APMCના ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી દ્વારા એક પછી એક ખેડૂતોને તમામ લાભો મળે તેવા કાર્ય હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે ખેડૂત ગોડાઉનના ભૂમિપૂજન પ્રસંગે ભરૂચ જીલ્લાના સાંસદ મનસુખ વસાવા, જંબુસર વિધાનસભા પ્રભારી ધીરુ ગજેરા, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, વિદ્યાનંદજી મહારાજ, APMCના ચેરમેન વનરાજસિંહ મોરી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories