Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ: ઝનોર-નબીપુર રોડ પર રૂ.1 કરોડના લૂંટના મામલામાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી

X

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી આ મામલામાં પોલીસે શિનોર નજીકથી 3 લૂંટારુઓની ધરપકડ કરી છે.

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવી બે કારમાં આવેલાં 6 લૂંટારૂ ફરાર થઇ ગયાં હતાં. લૂંટને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી. શિનોર નજીકથી એક કાર સહીત 3 લૂંટારૂ ઝડપી પડાયાં છે.જ્યારે અન્ય આરોપી નર્મદાના અંતરિયાળ ગામડામાં છુપાયા હોવાની શંકાને પગલે પોલીસની 15 ટીમો ગામડાં ખુંદી રહી છે. ઝડપાયેલાં પૈકી એક મહારાષ્ટ્રના નાસિકનો અને એક મહેસાણાના વિસનગરના ભાંડુ ગામનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના માણેકચોક રહેતાં મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ તેમજ આસપાસ જ્વેલર્સની દુકાનોમાં સોનાના દાગીના આપવા આવતાં હોય છે ત્યારે તેમને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારૂઓએ ભાગતી વેળાં તેમના બે ફોન લૂંટી ગયાં હતાં. ઉપરાંત તેમની કારની ચાવી પણ લઇ ગયાં હતાં. જેથી તેઓ તુરંત કોઇને જાણ ન કરી શકે તેમજ તેઓ તેમનો પિછો પણ ન કરી શકે. જોકે, ઘટનાના પાંચેક કલાકમાં જ ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયાં હતાં.

Next Story