ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકના 75મા જન્મદિન અને સંસ્થાના 20મા સ્થાપના દિનની ઉજવણી કરાય...

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકના 75મા જન્મદિન અને સંસ્થાના 20મા સ્થાપના દિનની ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિ:શુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલે આજથી 20 વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે આ સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ પણ યોજાયો હતો. ત્યારબાદ મનોદિવ્યાંગ બાળકો, સ્ટાફ, ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરત ચુડાસમા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને તેમનો સ્ટાફ, મનમૈત્રી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશ પરીખ, USAથી પધારેલા મહેમાનોએ ઉપસ્થિત રહી પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થાપક પ્રવીણ પટેલ અને અરુણા પટેલને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ સ્ટાફ મિત્રોએ પણ સમૂહ ગીત ગાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. પ્રવીણ પટેલ દ્વારા જીવનના 75 વર્ષ સુધી સમાજને ઘણું બધું આપવામાં આવ્યું છે. સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું છે.

Latest Stories