/connect-gujarat/media/post_banners/9368cffa4a9235ffc87bbfb74fa8867deb100411716cb9ceb7f4e2f462dd309e.jpg)
ગાંધીનગરના અડાલજ ખાતે 2 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સ્કૂલ માત્ર પૂઠાંની હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
2 દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના અડાલજ ખાતે સ્કૂલ ઓફ એક્સલેન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે, હવે અઆ સ્કૂલની પોલ આમ આદમી પાર્ટીએ ખુલ્લી પાડી છે. આાપના શિક્ષણ સેલના કેટલાક કાર્યકર્તાઓ તે સ્કૂલ જોવા પહોંચ્યા હતા, તો ત્યાં માત્ર મેદાન જોવા મળ્યું હતું. જે સ્કૂલ લોકોને બતાવી હતી તે પૂઠાંની સ્કૂલ હતી, ત્યારે આમ આદમી પાર્ટીના આક્ષેપને લઈને વિવાદ વધી રહ્યો છે. આપના કાર્યકર્તાઓએ અડાલજ ખાતે સ્કૂલ ઓફ એક્સલેન્સમાં અંદર જવાનો પ્રયાસ કરતા, ત્યાં હાજર સંચાલકોએ મનાઈ કરી હતી. પણ આપ પાર્ટીના કાર્યકરો અંદર જવા અડગ રહ્યા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પહેલા કાર્યકરોને સમજવા પ્રયાસ કર્યો હતો, પણ કાર્યકરો માનવા તૈયાર નહોતો, ત્યારે પોલીસે હાજર આપના કાર્યકરોની અટકાયત કરી હતી. આપે આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદી દ્વારા જે સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેવી કોઈ સ્કૂલ જ નથી. ભાજપ દ્વારા માત્ર દેખાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો.