Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત બીજેપીની ડિજિટલ ટીમ સજ્જ ડિજિટલ વોરિયર્સ" સમિટ યોજાઈ,વિધાનસભાની ચૂંટણીનું નવું પ્લેટફોર્મ

ગુજરાત બીજેપીની ડિજિટલ ટીમ સજ્જ ડિજિટલ વોરિયર્સ સમિટ યોજાઈ,વિધાનસભાની ચૂંટણીનું નવું પ્લેટફોર્મ
X

વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પરેશ સંગઠન અને ડિજિટલ પ્લેટફોર્મ ને મજબૂત બનાવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ મીડિયા પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગ, આઇ.ટી.વિભાગ અને મીડિયા વિભાગના સંયુકત કાર્યક્રમ "ડિજિટલ વોરિયર્સ" સમિટ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ ડિજિટલ વોરિયર્સ કાર્યક્રમને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ દેશભરમાં સોશિયલ મીડિયા,આઈ.ટી અને મીડિયાના કાર્યોમાં પ્રથમ ક્રમાંકે છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. સી.આર.પાટીલના વરદ હસ્તે 15 થી વધુ એપ પ્લેટ ફોર્મ પર સોશિયલ મીડિયાની કામગીરીનુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પેજ કમિટી,પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યની સમસ્ત કામગીરી એક જ પ્લેટફોર્મ પર આંગળીના ટેરવે મળી રહે તે માટે ડેશ બોર્ડ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પેજથી NFC કાર્ડ થકી તરત જ જોડાઈ શકાય તેવા 6 કાર્ડનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડને NFC અને મોબાઇલ સાથે ટચ કરવાથી તરત જ મહાનુભાવોના સોશિયલ મીડિયામાં જોડાઇ શકશે અને અનેકવાર આ કાર્ડનો ઉપયોગ પણ થઈ શકશે. પાટીલ વધુમાં જણાવ્યું હતું કે, Idea, Imagination અને Implementation એમ 3I થકી સોશિયલ મીડિયાનો અને આઇટી નો ઉપયોગ કરવો જોઇએ .આજના ડિજિટલ યુગમાં ડિજિટલ હાજરી અને ફીઝીકલ હાજરી બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાજપ પાસે કાર્યકરોની ખૂબ મોટી ફોજ છે. માટે ફીઝીકલ તેમજ ડિજિટલ માધ્યમ થકી સરકારની બધી જ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોંચાડી શકીએ છીએ. ફિઝિકલ આપણે મળવાથી લાગણી, સંબંધ અને વિચારોની આપ-લે થાય છે તે એક રાજકીય પક્ષ માટે ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને ટુંકી અને સાચી માહિતી સોશિયલ મીડિયામાં મુકીને રાજય તેમજ કેન્દ્ર સરકારની પ્રજા લક્ષી યોજનાઓના લાભ પ્રજા સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી.

Next Story