Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ જવા રવાના, રાજ્યમાં આર્થિક રોકાણ અંગે કરાશે ચર્ચા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી 2022માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શો માટે દુબઈના બે દિવસના પ્રવાસે ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે રવાના થયા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ જવા રવાના, રાજ્યમાં આર્થિક રોકાણ અંગે કરાશે ચર્ચા
X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી 2022માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શો માટે દુબઈના બે દિવસના પ્રવાસે ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે રવાના થયા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે સીએમ અને પ્રતિનિધિ મંડળને શુભેચ્છા આપવા અનેક મંત્રીઓ અને અધિકારીઓ પહોચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દુબઇ જવા રવાના થયા છે. સીએમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ રવાના થયું છે. દુબઇ ખાતે ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક અને ગુજરાતમાં આર્થિક રોકાણ કરવા અંગે ચર્ચા પણ કરવામાં આવશે. ઉપરાંત દુબઇ એક્સ્પોમાં મુલાકાત અને વાયબ્રન્ટ સમિટ 2022 માટે નિમંત્રણ પણ પાઠવશે. સીએમ અને પ્રતિનિધિ મંડળને એરપોર્ટ પરથી દુબઈ જવા પહેલા રાજ્ય મંત્રી મંડળના મંત્રી અર્જુનસિંહ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોએ ભાવભરી વિદાય સહિત પ્રવાસની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે રાજ્ય સરકારના સચિવ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Next Story
Share it