Connect Gujarat
અમદાવાદ 

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના રંગ, નગરમાં મુકવામાં આવેલ 1700 કચરાપેટી પણ છે ખાસ,જુઓ આ અહેવાલ

અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન, 600 એકરમાં નિર્માણ પામ્યુ છે નગરમાં સ્વરછતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

X

અમદાવાદના ઓગણજમા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ મહોત્સવમાં અનેક રંગ જોવા મળી રહ્યા છે.ખાસ કરીને મહોત્સવમાં સ્વરછતા પર ભાર મૂકવામાં આવ્યો છે અને એ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

અમદાવાદનાં ઓગણજમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે.600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં અનેક વસ્તુઓ તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહોત્સવના આયોજન માટે એક ખાસ વાત ઊડીને આંખે વળગે તેવી છે. અને તે છે સ્વચ્છતા. જી હા, આ મહોત્સવમાં નિર્માણ પામેલા નગરમાં 1700 જેટલા ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આ ડસ્ટબીન સામાન્ય લાગે પરંતુ ધ્યાનથી અને નજીકથી જોઈને બોલી ઉઠશો વાહ..આ ડસ્ટબીન તો બોટલમાંથી બનેલા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આશયથી આ અનોખા ડસ્ટબીન તૈયાર કરાયા છે.આ નગરમાં પ્રતિ દિવસ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે અહીં મોટી સંખ્યામાં કચરો પણ એકત્રિત થઈ રહ્યો છે ત્યારે અહીના સ્વયંસેવકોએ ખાલી બોટલ જે કચરામાં ફેંકી દેવાય છે તેમાંથી ડસ્ટબીન બનાવવામાં આવ્યા છે. અહીં પ્લાસ્ટિકની બોટલને ભેગી કરીને તેમાંથી કલાત્મક રીતે કચરાપેટીઓ તૈયાર કરવામાં આવી છે.નગરમાં અલગ અલગ જગ્યાએ આવી ડસ્ટબિન મૂકવામાં આવી છે.1 કરોડથી પણ વધુ હરી ભક્તો જ્યારે આ મહોત્સવમાં આવવાના છે ત્યારે આ વેસ્ટમાંથી બનેલા ખાતર ખેડૂતોને આપવામાં આવશે. પ્રમુખસ્વામી એક પ્રવચનમાં કહેતા કે, આપણું આંગણું સ્વચ્છ હશે તો એમનું મન પણ ચોખ્ખું રહેશે. તેને ધ્યાનમાં રાખીને જ સ્વછતા રહે અને એ કચરામાંથી પણ કોઈક ગરીબ ખેડૂતોને ફાયદો થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

આ નગરમાં 10 સંતો અને 2150 જેટલા સ્વયંસેવક સ્વરછતા માટે કાર્યરત છે.આખા દિવસમાં જે કચરો એકત્ર થાય તેનું રાત્રે એકત્રીકરણ કરવામાં આવે છે.નગરમાંથી એકઠા થનાર અનુપયોગી ફળ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલાક ખાતર બનાવવામાં વપરાશે. ઉપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયના ચારારૂપે મોકલવામાં આવશે. સ્વચ્છતાનો સંદેશો આપવાના હેતુથી પણ આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Next Story