અમદાવાદ શહેરમાં 67મા બોડકદેવ પોલીસ મથકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો

New Update
અમદાવાદ શહેરમાં 67મા બોડકદેવ પોલીસ મથકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના ઝોન-7માં સમાવિષ્ટ નવનિર્મિત 67મા બોડકદેવ પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરનો વિસ્તાર સતત વધતો જાય છે, ત્યારે હવે નવા પોલીસ મથકો પણ બની રહ્યા છે. ઝોન-7માં સમાવિષ્ટ નવનિર્મિત 67મા બોડકદેવ પોલીસ મથકનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નવનિર્મિત પોલીસ મથકમાં ડ્રોન કેમેરા યુનિટ, સાયબર ઈન્ટેલીજન્સ તેમજ નાર્કોટિકસ ટાસ્ક ફોર્સની સુવિધાઓ નિર્માણ પામી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ મથકમાં નિર્માણ પામેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશન ડાયરીમાં પ્રથમ નોંધ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ હતો. સાથો સાથ મુલાકાતીઓની યાદીમાં પ્રથમ નામ પણ મુખ્યમંત્રીનું લખવામાં આવ્યું હતું.

આ સાથે જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કેટલાક સહયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મેયર કિરીટ પરમાર સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.