Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..?

જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

X

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ ખાડાવાદ બનતા વાર નહિ લાગે કારણ કે ઠેર ઠેર ખોદકામ કરીને બેઠેલું તંત્ર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને સંતોષ માની રહ્યું છે.અમદાવાદનાં 220થી વધુ રસ્તાઓની હાલત વણસી છે.

જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર માત્ર દિલાસો આપી જનતાને મૂર્ખ બનાવે છે. AMC ની પ્રિ મોન્સૂન ની કામગીરીને લઈને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં કહેવા અનુસાર આ રોડ છેલ્લા 2 મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને આ રોડ આ પરિસ્થિતિમાં છે. અહીંથી પસાર થઈએ ત્યારે મુશ્કેલી પડે છે ધૂળની ડમરીઓ જ ઊડતી મળે છે. જેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો બીજી બાજુ ચોમાસાને લઈને તંત્ર સજ્જ હોવાના બણગાં ફૂંકવા માં આવે છે પણ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ ન કરી શકનાર AMC બેરિકેટ કરીને લોકોને ચેતવણી રહ્યું છે. જો કે શહેરના 220 રોડ બેસી જાય તેવી સ્થિતિ છે.

મહાકાળી મંદિર થી મહિલા ગાર્ડન રોડ આખો રોડ બંધ કરી દીધો છે, આખે આખો રોડ ચારેય બાજુ થી કોર્ડન કરીને સાવધાન બોર્ડ લગાવી દીધા છે. ખોદકામ વાળા રોડ પર બેરિકેટિંગ કરીને શહેરીજનોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને લીધે જો પાણી ભરાયા તો રોડ બેસી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં અનેક જગ્યાઓ પર એક પ્રિમોન્સૂનના નામે ખોદકામ કરવામાં આવ્યુ હતું અને હવે તે જ જગ્યાઓ પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Next Story