Connect Gujarat
અમદાવાદ 

રિક્ષાચાલકે બરાબરની મારી પલટી ! કેજરીવાલ સાથે ભોજન પણ લીધું અને કેસરી ટોપી ધારણ કરી PM મોદીની સભામાં પણ જોડાયો

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.

X

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા જ અમદાવાદના ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા. તે વિક્રમ દંતાણી આજે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો. રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યાં હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા.હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.

Next Story