Connect Gujarat
અમદાવાદ 

પતંગ-દોરાના તોતિંગ ભાવ વધારાએ વેપારીઓના પેચ કાપ્યા, ધંધામાં આવી ભારે મંદી..!

ઉતરાયણના તહેવારને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ પતંગ બજારનો ચિતાર કનેક્ટ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો હતો.

X

ઉતરાયણના તહેવારને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ પતંગ બજારનો ચિતાર કનેક્ટ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે પાછલા વર્ષો કરતા ભાવ વધારો આવતા 30 ટકા ગ્રાહકી ઓછી જોવા મળી રહી છે. જોકે, વેપારીઓને આજે અને આવતીકાલના દિવસે બજારમાં ઘરાકી સારી નીકળવાની આશા છે.

ઉતરાયણ પર્વના આડે હવે થોડા કલાક બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પતંગ રસિકોમાં ઉત્તરાયણ પર્વને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન વાળા પતંગ તેમજ વિવિધ માંઝીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. દિલ્હી દરવાજા ખાતેનો માહોલ ફિકો જોવા મળી રહ્યો છે. અમદાવાદનું સૌથી મોટું માર્કેટ દિલ્હી દરવાજા પતંગ માર્કેટનું હબ માનવામાં આવે છે. દર વર્ષે આ માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે લોકોનો ધસારો ઓછો જોવા મળી રહ્યો છે. દર વર્ષ કરતાં આ વર્ષે 25થી 30 ટકા ઘરાકી ઓછી જોવા મળી રહી છે. વેપારીઓને આશા છે કે, મોડી રાત્રે પતંગ રસિયાઓ ખરીદી કરવા બહાર નીકળશે.

તો બીજી તરફ, ગ્રાહકો પણ માની રહ્યા છે કે, આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ચોક્કસ વધારો જોવા મળે છે. લગભગ 30 ટકા જેટલો વધારો ભાવમાં જોવા મળ્યો છે. ફિરકીમાં 1 હજાર વાર દોરી 230 રૂપિયે વહેંચાય છે, તો સાદી ચીલ પતંગ 100 રૂપીએ કોડી અને કલરીંગ પતંગ 120 રૂપીએ કોડી વહેંચાય છે. પરંતુ પતંગ રસિયાઓ કહી રહ્યા છે કે, આ વર્ષે ઉત્તરાયણમાં એકબીજાના ધાબા પર જવાની છૂટછાટ મળી છે. એટલે લોકોમાં ઉત્સાહ ચોક્કસથી જોવા મળે છે, અને એટલે જ મોડે મોડે પણ પતંગ અને દોરીની ખરી લોકો ચોક્કસ કરશે જ...

Next Story