Connect Gujarat
અમદાવાદ 

સાવકા પિતાએ 10 વર્ષની સગીરા દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં

અમદાવાદમા પિતા અને દીકરી ના સબંધોને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે.

સાવકા પિતાએ 10 વર્ષની સગીરા દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં
X

અમદાવાદમા પિતા અને દીકરી ના સબંધોને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં એલીસબ્રિજ વિસ્તારમાં 10 વર્ષની સગીરા સાથે સાવકા પિતાએ અડપલાં કર્યાની ફરિયાદ સગીરાએ કરી છે. છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરનાર મહિલા ના પતિ સામે પૂર્વ પતિએ ફરિયાદ નોંધાવી છે. 10 વર્ષની દિકરીએ ચોંકાવનારો આક્ષેપ કરતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

એલીસબ્રિજ પોલીસ આરોપી યુવકની ધરપકડ તેની સાવકી દિકરી સાથે છેડતીની ફરિયાદ ના આઘારે કરી છે. જુહાપુરામાં રહેતા 40 વર્ષીય યુવકનું 2011માં રાયખડની યુવતી સાથે પ્રેમલગ્ન થયા હતા. જોકે તેઓને મનમેળ ન થતા 2014માં છૂટાછેડા થયા હતા. તે સમયે દીકરી ને કબજો ફરિયાદીએ રાખ્યો હતો.જોકે છૂટાછેડા બાદ દિકરી પિતા સાથે જ રહેતી હોવાથી પૂર્વ પત્નિ અનેક વાર તેને મળવા આવતી હતી અને પોતાની સાથે પણ લઈ જતી હતી. 12મી ઓક્ટોબરના રોજ ફરિયાદીની પત્ની 10 વર્ષની સગીર દીકરીને ઘેર મુકીને દવાખાને ગઈ હતી ત્યારે સગીરાએ પિતા અને દાદીને જણાવ્યું હતું કે આઠ 9 મહિનાથી માતા પાલડીમા એક ફ્લેટમાં પોતાના બીજા પતિના ઘરે લઈ જાય છે જ્યાં આરોપી સાવકો પિતા તેને શરીરના અલગ અલગ ભાગો પર અડપલાં કરતો હતો. જે બાબતે સગીરના પિતા અને દાદી ને જાણ થતાં તેમને તરત જ પોલીસને જાણ કરી હતી. અને પોલીસે ફરિયાદ નોંધી તરત જ સાવકા પિતાની ધરપકડ કરી છે.

Next Story