Connect Gujarat
Featured

ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના મધુર કંઠે ગવાયેલ ગીત "વ્હાલો લાગે"નું ટીઝર થયું રીલીઝ

ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના મધુર કંઠે ગવાયેલ ગીત વ્હાલો લાગેનું ટીઝર થયું રીલીઝ
X

બે વર્ષથી વાણી મ્યુઝિક જે ગીત માટે મહેનત કરી રહ્યું હતું એ ગીત"વ્હાલો લાગે"નું ટીઝર વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર આવી ગયું છે. આ ગીતને અંકિત પાઘડાલ એ પ્રોડ્યુસ કર્યું છે. ગુજરાત અને ભારતના લોકપ્રિય ગાયક ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમાર દ્વારા આ ગીત ગવાયેલ છે. સંદિપા ઠેસિયા એ આ પ્રણય ગીત અને સ્ટોરીને ખૂબ જ સુંદર શબ્દોથી કંડારીને લખ્યું છે. કોઈપણ ગીતને સુંદર બનાવવામાં સંગીતએ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આ ગીતનું મ્યુઝિક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી એ રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળશે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખીયાએ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓડેદરાએ કરેલી છે.

કોઈપણ પ્રણય ગીતએ બે પ્રેમીઓના પ્રેમને ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. રાધાકૃષ્ણનો પ્રેમએ જગવિખ્યાત છે ત્યારે એમના પ્રેમને એક સુંદર ગીત દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અહીં આ મધુર પ્રેમભર્યાં ગીતમાં શ્રી કૃષણ અને રાધના પ્રેમની વાત દર્શાવામાં આવી છે. પ્રેમ એ એક એવી અભિવ્યક્તિ છે જેને લાગણી અને ભાવથી દર્શાવી તો શકાય છે,પરંતુ જ્યારે એ જ લાગણીને સૂર અને શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે એ પ્રેમ કંઈક અલગ રીતે જ નીખરી આવે છે. આ ગીતમાં વાણી મ્યુઝિકે ખૂબ જ મહેનત કરી છે. "વ્હાલો લાગે"ગીતમાં ગુજરાતની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને ઘણી સિરિયલ અને ગીતોમાં મુખ્ય ભૂમિકા ભજવતા ભાવિન ભાનુશાલી અભિનય કરતાં જોવા મળશે.

સુંદર અને સરળ સ્વભાવ ધરાવતી રાધાને નટખટ કાનુડાની પ્રેમ કહાની એ એક પ્રેમભર્યા ગીત સ્વરૂપે જોવા મળશે. "વ્હાલો લાગે"ગીતનું ટીઝરએ વાણી મ્યુઝિક નામની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. આ ગીતનું ટીઝર લોકોમાં ખૂબ પ્રિય બન્યું છે. વાણી મ્યુઝિકે આ ગીતનું ટીઝર રીલીઝ કર્યું છે અને ટૂંક જ સમયમાં "વ્હાલો લાગે" ગીત વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે.

Next Story