Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં આવેલું છે આદ્યશક્તિનું 52મું શક્તિપીઠ, ગુજરાતમાં છે 4 ધામ

ભરૂચમાં આવેલું છે આદ્યશક્તિનું 52મું શક્તિપીઠ, ગુજરાતમાં છે 4 ધામ
X

ભરૂચમાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરને શક્તિપીઠનો દરજ્જો બે વર્ષ પહેલાં જ આપવામાં આવ્યો હતો

આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ હવે આંગણે આવી પહોંચ્યું છે. જેને લઈ સૌ ખેલૈયાઓ પણ નવરાત્રિમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ ભક્તિ સાથે શક્તિની ઉપાસનાનું પર્વ છે. દેશભરમાં આદ્યશક્તિનાં 52 શક્તિપીઠ આવેલા છે. આ 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. જેમાંથી ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયા છે. જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. કન્નેક્ટ ગુજરાત તેના વાચકો સમક્ષ ગુજરાતમાં આવેલા ચાર શક્તિપીઠ વિશે જણાવી રહ્યું છે.

ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે. જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલાં છે. જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં માં અંબાનું સ્થાનક આવેલું છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનુંઆ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="68326,68327,68328,68329"]

આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. 71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવવાનો પ્રયાસ કરે છે.

એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ આવેલી છે.

Next Story