Connect Gujarat
દેશ

ચીન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ જશે લદાખ, જમીની તૈયારીઓની કરશે સમીક્ષા

ચીન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ જશે લદાખ, જમીની તૈયારીઓની કરશે સમીક્ષા
X

ગાલવાન ખીણમાં અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, આર્મી ચીફ એમ.એમ. નરવાણે આ અઠવાડિયામાં લદ્દાખની મુલાકાત લઈ શકે છે.

લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચેનો સંઘર્ષ યથાવત્ છે. દરમિયાન, બંને દેશોના સૈન્ય વિવાદને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા યથાવત્ છે અને આ અઠવાડિયામાં આર્મી ચીફ એમ.એમ. નરવાણે લદાખ જઈ શકે છે.

સુત્રો અનુસાર સેના પ્રમુખની આ મુલાકાત આ અઠવાડિયામાં થશે. જેમાં તે લદ્દાખની વર્તમાન પરિસ્થિતિ, જમીનની પરિસ્થિતિ વિશે માહિતી લેશે. ગ્રાઉન્ડ કમાન્ડર સાથે પણ ચર્ચા કરશે.

લદાખમાં છેલ્લા એક મહિનાથી તણાવ ચાલુ છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં પરિસ્થિતિ સતત વણસતી જોવાઈ રહી છે, આવી સ્થિતિમાં લદાખ જવું ત્યાં હાજર સૈનિકો માટે પ્રોત્સાહક બની રહેશે.

તમને જણાવી દઇએ કે આ અગાઉ વાયુસેના પ્રમુખ આર કે એસ ભદૌરીયાએ પણ લેહ બેઝની મુલાકાત લીધી હતી, જે અચાનક બન્યું હતું. એરફોર્સના વડાએ જમીનની સમીક્ષા કરી હતી અને તૈયારીઓનું પરીક્ષણ કર્યું હતું.

ગાલવાન ખીણમાં 15 જૂનના રોજ બનેલી ઘટનામાં દેશના 20 સૈનિકો શહીદ થયા હતા, ત્યારબાદથી તણાવ યથાવત છે. અને ચીનના ભૂતકાળના રેકોર્ડને જોતા ભારત કોઈ જોખમ લેવા માંગતો નથી તેથી જ ભૂમિ, જળ અને આભમાં સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે.

સોમવારે ફરી એકવાર ભારત અને ચીનની સેનાના વરિષ્ઠ અધિકારીઓ વાત કરી રહ્યા છે. ભારતની માંગ છે કે પરિસ્થિતિને એપ્રિલ પહેલા લાગુ કરવામાં આવે અને ચીની સૈનિકો પરત ફરે.

સામાન્ય સંજોગોમાં, ચીની સૈનિકો ગલવાન ખીણના પેંગોંગ ઝીલના ફિંગર 8 વિસ્તારમાં રહે છે, પરંતુ મે મહિનામાં તેઓ વધુ આગળ આવી ગયા. હવે ભારત પહેલા જેવી પરિસ્થિતિ ઇચ્છે છે અને આ મુદ્દે મંથન ચાલી રહ્યું છે.

Next Story