Connect Gujarat
ગુજરાત

આમોદ રેવા સુગર નજીક ટ્રક્ની ટકકરે બાઇક સવારનું મોત !

આમોદ રેવા સુગર નજીક ટ્રક્ની ટકકરે બાઇક સવારનું મોત !
X

અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઇ ફરાર

આમોદ નજીક માતેલા સાંઢની જેમ બેફામ જતી એક ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હોવાની ઘટના બનાવવા પામી છે.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત મુજબ આમોદ નજીક આવેલ રેવા સુગર પાસે આમોદથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર પસાર થતી એક બાઇક નં.GJ-16-AL-8122ના ચાલકને માતેલા સાંઢની માફક પુરઝડપે પસાર થતી એક અજાણી ટ્રકે ટકકર મારતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગામ લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાસને આમોદ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ અર્થે ખસેડી હતી. પોલિસે બાઇક સવારના નામ સરનામાની શોધ આરંભતા મરણ જનાર બાઇક સવાર અંકલેશ્વરનો રહેવાસી સંજયસંગ માધવસંગ હોવાનું બહાર આવ્યું હતું તેમજ તે સારોદ ખાતે કોઇ કંપનીમાં નોકરી કરતો હોવાની વિગત સાંપડી હતી.જેના આધારે પોલિસે તેના સ્વજનોને ઘટનાની જાણ કરવા સાથે ફરાર ટ્રક ચાલક સામે ગિનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story