/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/15.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ થી દહેજ જવાના માર્ગ ઉપર આછોદ ગામ નજીક પુલ આવેલો છે. જેને નાના પુલ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલ ઘણા સમયથી ઘણીજ બિસ્માર હાલતમાં છે. જેની ઉપરના ભાગે તો રીપેરીંગ કામ કરી સારો દેખાય તે માટે કામગીરી કરવામાં આવી છે પરંતુ તેના નીચેના ભાગેથી જોતા તે વાહનોની અવરજવર માટેનો પુલ નહીં પરંતુ મોતનો પુલ હોય તેમ દેખાઇ રહ્યું છે.
આજરોજ પુલની કામગીરી કરવા માટે તંત્ર સફાળું જાગ્યું છે. જેથી ભારે વાહનોની અવરજવર અટકાવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ બીજા નાના મોટા વાહનોની અવરજવર માટે J C B ની મદદથી ડાઈવર્ઝન બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. હવે તંત્ર આ જર્જરિત પુલને ધરાસાયી કરી નવો બનાવશે કે પછી આજ પુલને રીપેરીંગ કરી તેને આવનાર સમયમાં કોઈ મોટી જાનહાનિ કે માલહાની નુક્સાન સર્જાઈ તેની અપેક્ષા રાખી બેસી રહેશે તે જોવું રહ્યું.