IPLના રસિયાઓ મેચ જોવા જતા પહેલાં આ જાણી લેજો,આ વસ્તુઓ તમે સ્ટેડિયમમાં લઈને નહીં જઈ શકો

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા આવેલા દર્શકોને એક ખાસ સલાહ આપવામાં આવી રહી છે.

Update: 2023-04-03 10:20 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા આવેલા દર્શકોને એક ખાસ સલાહ આપવામાં આવી રહી છે. તેના અનુસાર દિલ્હી, મોહાલી, હૈદરાબાદ અને અમદાવાદમાં આઈપીએલ મેચ વખતે તેમને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા પંજી (NRC)નો વિરોધ કરતા બેનર લઈ જવાની પરવાનગી નહીં આપવામાં આવે. પેટીએમ ઈનસાઈડર ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સનો ટિકિટ ભાગીદાર છે. તેમણે અમુક 'પ્રતિબંધિત સામાનો'ની યાદી જાહેર કરી છે અને તેમાંથી એક CAA અને NRC વિરોધથી સંબંધિત બેનર છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના એક વરિષ્ઠ અધિકારી પાસે જ્યારે તેના વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું, "ટિકિટ આપવી સંપૂર્ણ રીતે ફ્રેન્ચાઈઝીના અધિકાર ક્ષેત્રમાં છે. આ ફક્ત સૂત્રધાર છે જે તેમને સ્ટેડિયમ અપાવે છે. અમારી ટિકિટ સંબંધિત એડવાઈઝરીમાં કોઈ ભુમિકા નથી. "ત્યાં જ એક આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક પ્રતિનિધિએ કહ્યું કે પ્રતિબંધિત સામાન પર કોઈ પણ એડવાઈઝરી હંમેશા જ બીસીસીઆઈ સાથે ચર્ચા કરીને જ આપવામાં આવે છે.

Tags:    

Similar News