RCB vs LSG : RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસને લખનૌ સામેની હાર બાદ દંડ, અવેશ ખાને આપ્યો ઠપકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મુશ્કેલીઓનો અંત આવવાનો નથી.

Update: 2023-04-11 13:46 GMT

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મુશ્કેલીઓનો અંત આવવાનો નથી. સોમવારે (10 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડુપ્લેસીસને મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેના સિવાય લખનૌના ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ ઠપકો આપવામાં આવ્યો છે.

લખનૌએ છેલ્લા બોલ પર મેચ એક વિકેટથી જીતી લીધી હતી. તેમના નંબર 11 બેટ્સમેન અવેશ ખાને રન પૂરો કર્યા બાદ ઉત્સાહમાં પોતાનું હેલ્મેટ ફેંકી દીધું. મેચ રેફરીએ તેને ઠપકો આપ્યો હતો. ડુપ્લેસીસની વાત કરીએ તો, આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેનો પ્રથમ ગુનો છે. આ કારણે RCBના કેપ્ટન પર માત્ર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tags:    

Similar News