ભરૂચ : રાજપીપળા ચોકડી નજીકનો “U-ટર્ન” બન્યો એક્સિડન્ટ ઝોન, 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ

Update: 2020-10-12 07:39 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા ચોકડી નજીક વડોદરા તરફ જતાં માર્ગ પર કન્ટેનર અને રેતી ભરેલા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ પાસેનો યુ-ટર્ન અકસ્માતોનો વણજાર સાબિત થઈ રહ્યો છે, ત્યારે સોમવારના રોજ એક કન્ટેનર અને રેતી ભરેલ ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં બન્ને વાહનોના ડ્રાઇવર સહિત ક્લીનરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જોકે રાજપીપળા ચોકડી નજીક અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકને હળવો કરાવ્યો હતો, ત્યારે હવે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Tags:    

Similar News