અમદાવાદ ખાતે વિશ્વ સોશિયલ મીડિયા દિન ની થશે વિશેષ ઉજવણી

Update: 2016-06-28 11:33 GMT

ઘી સોશિયલ કોન્ક્લેવ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે

સોશિયલ મીડિયા ક્ષેત્ર ના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગ દર્શન આપવામાં આવશે

અમદાવાદ શહેર ના એલિસબ્રીજ જીમ ખાના ખાતે તારીખ 30મી જૂન 2016 ગુરુવાર ના રોજ સાંજે 4 થી 8 કલાક દરમિયાન વિશ્વ સોશિયલ મીડિયા દિન ની ઉજવણી ના ભાગરૂપે ઘી સોશિયલ કોન્ક્લેવ 2016 નો કાર્યક્રમ યોજવામાં આવશે.

કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ ના સહયોગ થી યોજાનાર આ કાર્યક્રમ માં સોશિયલ મીડિયા ક્ષેત્ર ના નિષ્ણાંત વક્તાઓ,ગુરુઓ સોશિયલ મીડિયા ના વિચારોનું આદાન પ્રદાન કરશે તેમજ અન્ય સોશિયલ મીડિયા ને લાગતા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

ઘી સોશિયલ કોન્ક્લેવ ના આયોજક અને કૉન્વોફિલિયા ના CEO ડો.ખુશ્બુ પંડયા એ જણાવ્યું હતું કે કનેક્ટ ગુજરાત ડિજિટલ પોર્ટલ ના સહયોગ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમ માં આપ પણ સહભાગી બની ને સોશિયલ મીડિયા ના નિષ્ણાંતો ને મળીને ડિજિટલ ક્ષેત્ર નું જ્ઞાન નું ભાથું મેળવી શકો છો.

આ કાર્યક્રમ માં ડિજિટલ માર્કેટિંગ,સોશિયલ મીડિયા એજન્સી,ડિજિટલ માર્કેટિંગ,અને સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટસ ટ્રેનર,મીડિયા પ્રોફેશનલ્સ,વિદ્યાર્થીઓ સહિત નાં સોશિયલ મીડિયા ના ચાહકો આ ઇવેન્ટમાં ભાગ લેશે.

ઘી સોશિયલ કોન્ક્લેવ ઇવેન્ટ નાં કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ સહયોગ થી TSC 2016 નું આયોજન કરવાં આવ્યું છે,જેમાં ચાયપાણી ટાઈ અમદાવાદ અને ઈ ચાય કોમ્યુનિટી ભાગીદાર છે.તેમજ weste.pro ઘી સોશિયલ એક્શન પાર્ટનર,B W બિઝનેશ વર્લ્ડ આ કાર્યક્રમ ના સામાયિક સહાયક છે.સોશિયલી સોશિયલ મીડિયા પાર્ટનર,BuddyBits ઓનલાઇન પાર્ટનર્સ અને allevents.in ઓનલાઇન ઈવેન્ટસ ના એસ્પાર્ક વિરિડીયન એસીલેટર ના સંયુક્ત સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવવા માં આવી રહી છે.

Tags:    

Similar News