અમદાવાદ: પિતા પૂર્વ એસ.પી. અને મામલતદાર પુત્ર રૂપિયા 25 લાખની લાંચ લેતા ઝડપાયો, જુઓ શું છે આખો મામલો

Update: 2021-01-20 10:25 GMT

રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં એસીબીએ લાંચિયા બાબુઓ પર પોતાનો શિકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એસીબીએ સપાટો બોલાવતા ધોળકાના મામલતદારને રૂપિયા 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. કેસની મળતી વિગતો અનુસાર ફરિયાદીએ બદરખાની ગામની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલી, જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી, જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરે 25 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

ત્યારે આ રકમ નહીં આપવા માગતા ફરિયાદીએ આખરે ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર તથા તેમનો વચેટિયો ACBના છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોર ના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે, તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.

Tags:    

Similar News