અમદાવાદ : પોલીસ તથા મેડીકલ સ્ટાફ માટે ઉપયોગી સાબિત થશે નવું 3 D માસ્ક

Update: 2020-04-16 10:35 GMT

સાંપ્રત

સમયમાં કોરોના વાયરસના કહેર વચ્ચે માસ્કની બોલબાલા વધી છે ત્યારે અમદાવાદની ગુજરાત

ટેકનોલોજી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ નવીન પ્રકારના માસ્કની શોધ કરી છે. 

વિશ્વ ભરમાં

કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસ

જેટગતિથી વધી રહયાં છે ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત

ફરજ બજાવી રહયાં છે. પોલીસ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ દિવસ રાત દર્દીઓની

સારવાર કરી રહયાં છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં

આવી રહયો છે ત્યારે  ગુજરાત

ટેકનોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ અને ઇનોવેશનના વિદ્યાર્થીએ 3D પ્રિન્ટેડ માસ્ક તૈયાર કર્યુ છે. આ માસ્ક

પારદર્શક હોવા સાથે

આખો ચહેરો કવર કરે છે અને તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે

છે. આ માસ્ક પોલીસ તથા મેડીકલ વિભાગના કર્મચારીઓ માટે આર્શીવાદરૂપ સાબિત થશે.

Tags:    

Similar News