અમદાવાદ : ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે રથોનું સમારકામ શરૂ

Update: 2020-06-09 12:06 GMT

અમદાવાદમાં 23મી જુનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ભલે સાદાઇથી નીકળવાની હોય પણ મંદિર સંચાલકો તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

દેશની બીજી સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા. આ વખતે કોરોનાની મહામારીને કારણે ભગવાનની રથયાત્રા સાદાઈથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રા ભલે સાદાઇથી નીકળવાની હોય પણ મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રા જે રથમાં સવાર થી ને નીકળે છે તે ત્રણેય રથ નું સમારકામ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ ખલ્લાસ ભાઈઓ રથનું સમારકામ કરી રહયા છે. આ ત્રણ રથનું સમારકામ છેલ્લા અનેક વર્ષોથી આ સમાજ કરે છે રથના પૈડાથી લઇ ભગવાન ની ગાદી સહીતની વસ્તુઓનું નવીનીકરણ કરાય રહયું છે. રથના દરેક પૈડા નવા બનાવવામાં આવી રહયા છે. બેરિંગથી લઇ પૈડાની દરેક વસ્તુઓ ચકાસવામાં આવી રહી છે. ભગવાન નગરયાત્રા એ નીકળે ત્યારે રસ્તામાં ક્યાંય પણ રથ રોકાઈ નહિ અને વિના વિઘ્ને મંદિરે પરત ફરે આ રથને તૈયાર કરવાની જવાબદારી આ ખલાસ સમાજ ના શિરે હોઈ છે. 

દર વર્ષે  રથયાત્રા પહેલાં ત્રણ રથને કલરકામ કરવામાં આવે છે. અલગ અલગ રથને કલર કરી શુશોભિત કરવામાં આવે છે. આ કામ પણ એક પરિવાર છેલ્લા 40 વર્ષથી કરી રહ્યો છે. અમદાવાદમાં નીકળતી  ભગવાન જગન્નાથ જીની રથયાત્રાનું વિશેષ મહત્વ હોવાથી લાખો શ્રધ્ધાળુઓ રથયાત્રામાં ઉમટી પડતાં હોય છે. આ વર્ષે કોરોના કહેરના પગલે રથયાત્રાનું આયોજન વહીવટી તથા પોલીસ તંત્ર માટે પડકાર બની રહેશેે….

Tags:    

Similar News