અમદાવાદ : શાળાઓમાં ધોરણ -10 અને 12ના વર્ગો શરૂ , ભાજપે ઉજવ્યો વિદ્યાર્થી આવકાર દિવસ

Update: 2021-01-11 14:25 GMT

અમદાવાદ સહિત રાજયના તમામ શહેરોમાં સોમવારના રોજથી શાળાઓમાં ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ શિક્ષણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજના દિવસને ભાજપે વિદ્યાર્થી આવકાર દિવસ તરીકે ઉજવ્યો હતો…

મેમનગરમાં આવેલી દિવ્યાપથ સ્કૂલે વિદ્યાર્થીઓનો ઉત્સહ વધારવા માટે સ્કૂલમાં બેન્ડ વગાડ્યું હતું અને સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને પેન, માસ્ક અને સેનેટરાઈઝ આપી તેમનું સ્વાગત કર્યું હતું....મહત્વનું છે કે આજે સ્કૂલનો પ્રથમ દિવસ હોવાથી સ્કૂલોમા ઓછા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા પરંતુ ઉતરાયણ પછી ધોરણ 10 અને 12ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેશે તેવું પણ મનાઈ રહયું છે

કોરોના મહામારીને કારણે બંધ રહેલી સ્કૂલો આજથી શરૂ થતાં સ્કૂલોમાં આવતા વિદ્યાર્થીઓને આવકારવા માટે રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલ હાજ રહ્યા હતાં. શાળામાં આવેલા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને શિક્ષકોને મળીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.


શહેરની સ્કૂલમાં નેતાઓ વિદ્યાર્થીઓને આવકારવા માટે આવે તે માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નીચે બેસાડવામાં આવ્યાં હતાં. નેતાઓ આવ્યાં ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસાડી રાખવામાં આવ્યાં હતાં. નેતાઓના આવ્યા બાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શહેરના ભુંયગદેવ વિસ્તારમાં આવેલી નૅશનલ સ્કૂલમાં પણ એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓને નીચે બેસાડીને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો.

Tags:    

Similar News