અમદાવાદ: નશા માટે ઉપયોગમાં લેવાતી કફ શિરપની 400થી વધુ બોટલ સાથે 1 આરોપીની ધરપકડ

સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Update: 2022-08-15 11:22 GMT

અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં રહેતા સારીક ઉર્ફે બાલિ એ ગેરકાયદેસર કફ સીરપનો સ્ટોક રાખ્યો છે.આ બાતમીના આધારે એસ.ઑ.જી.એ રેડ કરતાં પરમિટ વગરની કફ સિરપની 446 બોટલો કબજે કરવામાં આવી હતી. આ કફશિરપ નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી.છેલ્લા એક વર્ષથી સારીક ઉર્ફે બાલી આ કફ સીરપનો છુટક ધંધો કરતો હતો.આરોપી પોતે પણ નશાનો બંધાણી છે અને વટવા વિસ્તારમાં તેના પર બેથી વધુ ગુન્હા નોંધાયા છે.

Tags:    

Similar News