અમદાવાદ: 21 વિધાનસભા બેઠક પર 249 ઉમેદવારો મેદાને, ચૂંટણીનું ચિત્ર થયુ સ્પષ્ટ

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 21 બેઠકો પર 249 ઉમેદવારો ચૂંટણી લડશે.

Update: 2022-11-22 08:26 GMT

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 21 બેઠકો પર 249 ઉમેદવારો ચૂંટણી લડશે.

રાજ્યમાં ચુંટણીની તૈયારીઓ થઈ રહી છે અને બીજા ચરણમાં ૯૩ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં 21મી નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. છેલ્લા દિવસે 61 ફોર્મ પરત ખેંચાયા હતાં. આ સાથે અત્યાર સુધીમાં કુલ 82 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. હવે અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો માટે 249 ઉમેદવારો મેદાનમાં છે. બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવાર છે.

જોગાનુજોગ 2017માં 249 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જ્યારે ફોર્મ ભરનાર ઉમેદવારોની સંખ્યા 466 હતી.અમદાવાદમાં આ વખતે ત્રિપાંખીયા જંગના લીધે વિધાનસભાની ચૂંટણી વધુ રસાકસીભરી બની છે. ચૂંટણીમાં 589 ફોર્મ ભરાયા હતા. કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ ફોર્મ ભર્યા હતા.અમદાવાદ જિલ્લાની ૨૧ બેઠકોનું ચિત્ર સ્પસ્ટ થયું છે અને આગામી ૫ ડિસેમ્બરે મતદાન થશે.

Tags:    

Similar News