અમદાવાદ: બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 8 મિત્રો ઝડપાયા,પોલીસે હોટલમાં પાડ્યા દરોડા

Update: 2021-10-07 10:11 GMT

અમદાવાદમાં એક મિત્રની બર્થ ડે પાર્ટી મોંઘી પડી છે.અમદાવાદ શહેર પોલીસ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી મનવવા દારૂની મહેફીલ કરનારા આઠ મિત્રોની કરવામાં આવી છે. કરી.એસ.જી.હાઇવે નજીક થલતેજ પાસે આવેલી મુકુંદ હોટલમાં પોલીસે પાકી બાતમીને આધારે હોટલમાં રેડ પાડી હતી ત્યાં દારૂની મહેફિલ કરનાર આઠ મિત્રની વસ્ત્રાપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.પોલીસે હોટલના 601 નંબરના રૂમમાં રેડ પાડતા પૃથ્વીસિંહ ગોહેલના જન્મ દિવસ હોવાથી દારૂની પાર્ટી કરવા માટે ભેગા થયેલા વિજય ઠાકોર,સ્મિત રાઠોડ,હર્ષ પટેલ, કાર્તિક આંબલીયા,શૈલેષ વાઘેલા, ધ્રુવિન રાઠોડ,મિલાપ મિસ્ત્રી આ આઠ મિત્રોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News