અમદાવાદ : પીરાણા વિસ્તારની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કર્યો

આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Update: 2023-04-22 09:10 GMT

અમદાવાદના પીરણા વિસ્તારમાં એક ફેક્ટરીના અચાનક આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર પિરાણા નજીક પીપળ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે લાકડાની સ્પંચ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.

ફાયરબ્રિગેડની 30 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોચીને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગે તેને મેજર કોલ જાહેર કર્યો છે. લાકડાના ગોડાઉન આસપાસ ટેક્સટાઇલના ગોડાઉન આવેલા છે. જેથી ત્યાં પણ આગ વિસ્તારની ભીતિ છે. હાલમાં આગ લાગવાનુ કારણ અકબંધ છે. પરંતુ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Tags:    

Similar News