અમદાવાદ: સાયન્સનો વિદ્યાર્થી એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો, પોલીસે કરી કાર્યવાહી

છેલ્લા અનેક દિવસોથી અમદાવાદમાં પોલીસ ડ્રગ્સ વેચનાર લોકોને ઝડપી રહી છે ત્યારે શહેરના કાલુપુર વિસ્તારમાં રથયાત્રાના અનુસંધાને પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી

Update: 2022-06-21 10:48 GMT

અમદાવાદ શહેર ડ્રગ્સ માફિયાઓનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. કાલુપુર પોલીસે એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનથી આવેલ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા અનેક દિવસોથી અમદાવાદમાં પોલીસ ડ્રગ્સ વેચનાર લોકોને ઝડપી રહી છે ત્યારે શહેરના કાલુપુર વિસ્તારમાં રથયાત્રાના અનુસંધાને પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી આ દરમિયાન એક શખ્સ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ફિલ્મી સ્ટાઈલમાં દોડીને ઝડપી લીધો હતો.ઝડપી લીધેલ શખ્સની પોલીસે પૂછપરછ અને તલાશી લેતા એમડી ડ્રગ મળી આવ્યું હતું આરોપી નું નામ ગણપત બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. તે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીકનો રહેવાસી હોવાની વિગતો પણ પોલીસને મળી હતી.પોલીસના જણાવ્યા મુજબ આરોપી 23 વર્ષીય છે અને આ ડ્રગ્સ તે રાજકોટ ડિલિવર કરવાનો હતો.આરોપી બીએસસી સ્ટુડન્ટ છે બાડમેરમાં પૈસાની લાલચમાં તે કેરિયર બન્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

Tags:    

Similar News