અમદાવાદ ડ્રગની હેરાફેરી માટે અજીબોગરીબ તરકીબ, આફ્રિકાથી આવેલા યુવક અને યુવતી પેટમાં ડ્રગની કેપ્સ્યુલ લઈને આવતા ઝડપાયા

દિવસેને દિવસે ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે. જોકે વધતા જતા નશાના કાળા કારોબાર સામે હવે પોલીસ પણ એકશન મોડમાં જોવા મળી રહી છે.

Update: 2022-02-21 10:40 GMT

અમદાવાદમાં દિવસેને દિવસે ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે. જોકે વધતા જતા નશાના કાળા કારોબાર સામે હવે પોલીસ પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે લોકો અવનવી રીતો અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી કરતા યુવક યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી સાઉથ આફ્રિકાથી આવેલા યુવક અને યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે આ યુવક અને યુવતીએ પોતાના પેટમાં ડ્રગ્સ રાખ્યું હતું. જેમા તેઓ ડ્રગ્સની કેપ્સૂલ બનાવીને ગળી ગયા હતા. તેમને એમ હતું કે તેઓ તેમની આ તકનીક થી બચી જશે પરંતું તેમની આ રીત કામ ન આવી અને તેઓ ઝડપાઈ ગયા છે. યુવક અને યુવતી ના પેટમાં 2 ઈંચ લાંબી ડ્રગ્સની કેપ્સૂલ મળી આવી છે. જેમા યુવકના પેટમાંથી 86 અને યુવતીના પેટમાંથી 50 કેપ્સૂલ મળી આવી જેની અંદર ડ્રગ્સ હતું અને તેઓ તેની સપ્લાય કરવાના હતા. ઉલ્લેખનીય છે છે બંનેને સોલા સિવિલમાં 24 કલાક રાખવામાં આવ્યા હતા. જ્યા એનિમા આપીને તેમના શરીરમાંથી 135 કેપ્સૂલ કાઢવામાં આવી છે. જોકે અમદાવાદમાં વધતો જતો ડ્રગ્સનો કાળો કારોબાર હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ હવે તો વિદેશથી આવતા નાગરિકો ફિલ્મી સ્ટાઈલે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. 

Tags:    

Similar News