અમદાવાદ : AMCના રૂ. 200 કરોડના મ્યુનિ. ગ્રીન બોન્ડનું CMએ બેલ રીંગીંગ સેરેમનીથી BSEમાં લિસ્ટિંગ કરાવ્યું

CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

Update: 2024-02-08 12:53 GMT

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિ. ગ્રીન બોન્ડનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેલ રીંગીંગ સેરેમનીથી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા રાજ્યની પ્રથમ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્ડેનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે, ત્યારે અમદાવાદ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરવામાં આવનાર છે. આ પ્રસંગે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News