અમદાવાદ: વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી, લોકોએ સતત બીજા દિવસે પતંગ ચગાવવાની માણી મજા

અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

Update: 2023-01-15 09:07 GMT

અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

ઉત્સવ પ્રિય ગુજરાતીઓ માટે ઉતરાયણનો તહેવારનો ભારે ઉત્સાહ હોય છે તેમાં પણ આ વખતે 14 જાન્યુઆરીના રોજ પવને સાથ આપતા લોકોએ મોંઘવારીની પેચ કાપીને ઉત્સાહભેર ઉતરાયણની ઉજવણી કરી હતી. ઉતરાણ સાથે વાસી ઉત્તરાયણનુ મહત્વ પણ વધુ હોય છે અને તેમાં આજે વાસી ઉત્તરાયણ રવિવારે હોવાથી લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.રવિવારે સવારથી જ રહેણાંક સોસાયટીના મકાન અને એપાર્ટમેન્ટના ટેરેસ પર લોકો પતંગ ફીરકી લઈ પહોંચી ગયા હતા આબે પરંગ ચગાવવવાનો આનંદ માણ્યો હતો.

Tags:    

Similar News